વડોદરા વન વિભાગ દ્વારા 100 વર્ષમાં તૈયાર થતું જંગલ માત્ર 10 વર્ષમાં તૈયાર થશે - Miyawaki technique of Japan
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગે જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુર ગામમાં અને છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ગામમાં મિયાવાકી જંગલના બે નિદર્શન પ્લોટનો ઉછેર શરૂ કર્યો છે. હાલના ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે શહેરી વિસ્તારમાં આ પદ્ધતિ હેઠળ 3 લાખ વૃક્ષોના ઉછેરનું આયોજન કર્યુ હતું. હવે ગ્રામ વિકાસ કમિશનર તરીકે તેમણે આ પ્રયોગ રાજ્યની પંચાયતો સુધી વિસ્તારી હરિયાળા ગામોની કલ્પના સાકાર કરવાનો પ્રયત્ન આદર્યો છે. વડોદરા જિલ્લાની જુદી-જુદી ગ્રામ પંચાયતોમાં થઈને કુલ 30 હેક્ટર જેટલી જમીનમાં મિયાવાકી જંગલ ઉછેરવાની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં હાલના તબક્કે 30થી 35 જેટલી પંચાયતોને જોડવામાં આવશે. આ કામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉછેરવામાં આવી રહેલો પ્લોટ પંચાયતો માટે માર્ગદર્શક બનશે. પ્રથમ તબક્કાની સફળતાને આધીન આ પ્રોજેક્ટનો વ્યાપ વધારી શકાશે.