દીપડાના પગલા દેખાતા વનવિભાગ હરકતમાં, પાંજરુ મુકવાની કામગીરી હાથ ધરાઈ - Morbi news
🎬 Watch Now: Feature Video
મોરબી: હળવદના ઘનશ્યામપુર ગામ નજીક દીપડાના પગના નિશાન જોવા મળતા વનવિભાગની ટીમ દોડી જઈને પાંજરુ મુકવાની કામગીરી હાથ ધરી છે. ઘનશ્યામપુર ગામ નજીક આવેલી જાલુભાઈ ભાટિયાની વાડી નજીક દીપડાના પગલા જોવા મળતા આસપાસના વાડી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે તો દીપડાના પગલા જોવાની જાણ થતા રેન્જ ઓફિસર ડી.એન દઢાંણીયા, મોરબી-હળવદ વિન વિભાગ અને વિસ્તરણ હળવદની ટીમ દોડી ગઈ હતી અને પગલાના નિશાન દીપડાના જ હોય અને ૩ વર્ષનું દીપડાનું બાળ હોવાની માહિતી રેન્જ ઓફિસર ડી.એન. દઢાંણીયા પાસેથી મળી હતી. હાલ વનવિભાગની ટીમે દીપડાને પકડી લેવા પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરી છે.