બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. રાજ્યમાં 4 ડિસેમ્બર એક અલગ રીતે જ અંકિત થઇ છે. ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા હજારો ઉમેદવારોએ ઠંડીમાં આખી રાત રોડ પર પસાર કરી હતી. રાજ્યમાં ગત 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવતા ઉમેદવારોએ રજૂઆત કરી હતી. પરંતુ સત્તામાં બેસીને ભાન ભૂલેલા ભાજપના નેતાઓએ ઉમેદવારોની રજુઆતને બેધ્યાન કરતા 4 નવેમ્બરના રોજ સરકારને નાકે દમ લાવી દીધો હતો. સવારથી જ રાજ્ય બહારના ઉમેદવારો સચિવાલય ઉપર ચઢાઈ કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તમામની અટકાયત કરી હતી. બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને આંદોલન ઉગ્ર બનતા 24 કલાક બાદ સરકારે મંત્રણાઓ શરૂ કરી છે. પરીક્ષાર્થીઓએ SITની રચનાને લોલીપોપ ગણાવી હતી અને પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. આંદોલનકારીઓએ કહ્યું કે, હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે.