રાધનપુર-સાંતલપુર તાલુકામાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો - news
🎬 Watch Now: Feature Video
પાટણઃ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં તીડના ઝૂંડ દેખાયા હતા. રણ તરફથી આવેલા તીડના ટોળા સાંતલપુર તાલુકો પસાર કરીને પ્રથમ વખત રાધનપુર તાલુકાના કેટલાક ગામોમાં દેખાયા હતા. જેને કારણે બીટી કપાસની વાવણી કરેલા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. રાધનપુર સાંતલપુર તાલુકાના ગામોમાં તીડ આવ્યાના સમાચાર મળતા પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી તીડ નિયંત્રણ ટીમ સાથે દોડી આવ્યા હતા. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે તીડનો નાશ કરવા દવાનો છંટકાવ કર્યો હતો. આ ઉપરાંત સાંતલપુર તાલુકાના સીધાડા સહિતના ગામોમાં પણ તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.