વડોદરા: હરિધામ સોખડાની ડિવાઈન સોસાયટીએ આત્મીય મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું - વડોદરા સમાચાર
🎬 Watch Now: Feature Video
વડોદરા: હરિધામ સોખડાની ડીવાઈન સોસાયટી દ્વારા આત્મીય મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જે અંતર્ગત વડોદરાના ગોરવા વિસ્તારમાં હજારો નાગરિકો સહિત મેયર અને સાંસદ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. હરિધામ સોખડાની ડિવાઈન સોસાયટી દ્વારા આત્મીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં શહેરમાં 17 સ્થળોએ 5000 જેટલા સ્વચ્છતાના સાધકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.