પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસનું આંદોલન, નૌશાદ સોલંકી સહિતના કાર્યકર્તાઓની અટકાયત - કાર્યકર્તાઓની અટકાયત
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં કોગ્રેસ દ્રારા પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસ પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી, જિલ્લા પ્રમુખ રૈયા રાઠોડ, શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા સહિત કોગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પેટ્રોલ ડીઝલના ભાવ મામલે વિરોધ કરી ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. આથી, વિરોધ કરી રહેલા ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોગ્રેસના અનેક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.