મોરબીના વાવડી રોડની હાલત બિસ્માર - મોરબીના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: શહેરના વાવડી રોડ આશરે 6 કરોડના ખર્ચે નવો બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેટા ચૂંટણી(By Election) આવી જેમાં પણ નેતાઓ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવા વાયદાઓ કર્યો હતા પણ આજે પેટા ચૂંટણીને 6 માસ જેટલો સમાય વીત્યો છતાં પણ રોડની કામગીરી હજુ બાકી છે. આ કામગીરીમાં હજુ તો માત્ર એક જ સાઈડમાં રોડ બન્યો છે તો ગત ચોમાસાની સિઝનમાં વાવડી રોડ પર નદી જેવા દર્શ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત અનેક અકસ્માતો પણ સર્જાયા હતા. જેથી વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.