મોડાસા બી.બી.કોલેજ દ્રારા 31 ડિસેમ્બરની ઉજવણી કંઈક આવી રીતે કરાઇ... - વિદ્યાર્થીઓ
🎬 Watch Now: Feature Video
મોડાસા : બીબીએ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે 2019ના અંતિમ દિવસની વિદાયને શહેરની પાંચ દાયકાથી કાર્યરત બહેરા મૂંગા શાળાના દિવ્યાંગ બાળકો સાથે ભેટ-સોગાદ નાસ્તો વગેરે આપી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. જેમાં બે દિવ્યાંગ બાળકોનો જન્મદિવસ પણ હોવાથી કેક કાપીને શુભેચ્છાઓ આપવામાં પાઠવી હતી. આ અનોખી ઉજવણીને વધાવીને કોલેજના પ્રભારી મંત્રી સુરેન્દ્રભાઈ જે.શાહ, બીબીએ કોલેજના આચાર્ય ડૉક્ટર તુષાર ભાવસારે સરાહના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના ક્લાર્ક સુરેશભાઈ શાહ તેમજ શાળા અને સ્ટાફ દ્નારા જહેમત ઉઠાવવામાં આવી હતી.