પારડી મામલતદાર કચેરીનો ક્લાર્ક અને વચેટિયો લાંચ લેતા રંગે હાથ ઝડપાયા - 2000ની લાંચ
🎬 Watch Now: Feature Video
પારડી: તાલુકાના કલસર ગામે રહેતા ફરિયાદીને સોલવંશીના દાખલાની જરૂર પડી હતી. જે માટે તેણે પારડી મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી. આ સોલ્વનસી ના દાખલા માટે કચેરીમાં ધરમ ધક્કા ખવડાવી રહ્યાં હતા અને મામલતદાર ઓફિસ ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કીર્તિ ઈશ્વરભાઈ પટેલ રહે નિશાળ ફળિયા ખૂટેજે અરજદાર વિજયભાઈ પાસે રૂપિયા 2000ની લાંચ માંગી હતી. આથી અરજદાર વિજયભાઈએ આ બાબતની ફરિયાદ ACBમાં કરતા વલસાડના ACB, PI,DM વસાવાએ છટકું ગોઠવ્યું હતું. આ કલાર્ક કિર્તીભાઈ અને વચેટીયો ગિરીશ લાંચના રૂપિયા સ્વીકારતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા હતા. વલસાડ ACBએ ક્લાર્ક અને વચેટિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.