ભાવનગર: હવે ઉનાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ભાવનગરના કુંભાર ભાઈઓ માણસો માટે પાણીના માટલાઓ તો બનાવે જ છે. પરંતુ અબોલ પક્ષીઓ માટે માટીના પરબીયા એટલે કુંડા બનાવવાની શરુઆત કરી છે. તેઓ પરબીયાઓ એટલે કુંડા પાણીના બનાવીને રોજીરોટી મેળવે છે. જો કે જીવનમાં ક્યારેય ન મળી હોય તેવી વડાપ્રધાનના જન્મ દિવસે શરૂ થયેલી વિશ્વકર્મા યોજનાનો લાભ પણ એક પરીવારે ભાવનગરમાં લીધો છે. ત્યારે ETV BHARATએ એવા કુંભાર પરિવારની મુલાકાત લીધી હતી.
કુંભાર પરીવારનો પરબીયા બનાવવાનો પ્રારંભ: આકરી ઠંડી બાદ હવે ડબલ ઋતુ વચ્ચે ગરમીનો થતો અહેસાસ ઉનાળાના આગમનના એંધાણ આપી રહ્યો છે. અબોલ પક્ષીઓને ધ્યાનમાં લઈને પરબીયાઓ બનવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ETV BHARAT ભાવનગરના કુંભારવાડામાં પહોંચ્યુ હતું. ત્યારે ETV BHARATએ પ્રીતમભાઈ ઝાંઝમેરાના ઘરની મુલાકાત લીધી હતી. કુંભાર પ્રીતમભાઈ અને તેમના પત્ની માટીના પરબીયા બનાવતા હતા. ત્યારે પ્રીતમભાઈ અને તેમના પિતા સાથે વાતચીત કરતા તેઓ બંનેએ એક મુદ્દા પર ભાર મુક્યો હતી કે, સરકાર તરફથી આવી ક્યારેય રાહત મળી નથી.
આકરી ગરમીમાં પક્ષીઓ માટે પરબીયા: ઉનાળામાં પરબીયાઓ પક્ષીઓને 42 અને 43 ડિગ્રીમાં રાહત આપે છે. ત્યારે પક્ષીઓની ચિંતા કરીને કુંભારભાઈઓ પણ પરબીયા બનાવે છે. કુંભાર પ્રીતમભાઈ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે આ અમારો સાચો જાતિ ધંધો છે અને મારા બાપા 40 થી 45 વર્ષથી આ કામ કરે છે. હું તેમની સાથે 10 વર્ષથી સંકળાયેલો છું. દરેક વસ્તુ બનાવીએ છીએ. માટીની નાની માટલી, તાવડી, કુંડા અને હવે ઉનાળો શરૂ થાય છે. ત્યારે પરબીયા બનાવીએ છીએ. ચકલી, કબૂતર જેવા પક્ષીઓ પરબીયા બનાવીએ છીએ. અલગ અલગ પરબીયાના અલગ અલગ ભાવ હોય છે. નાની સાઈઝથી લઈને મોટી સાઈઝના 30થી 50 રુપિયા સુધીની કિંમત હોય છે. સરકારના કહ્યા મુજબ જ્યાંથી માટી લેવાનું કહ્યું છે. ત્યાંથી માટી લાવીએ છીએ.
વિશ્વકર્મા યોજનાનો લાભ: કુંભાર પ્રીતમભાઈના પિતા પ્રભુભાઈ વર્ષોથી માટીકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે પ્રભુભાઈ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, અમારે બાપ દાદા વખતનો ધંધો છે. મોદી સાહેબે તેમના જન્મ દિવસ નિમિત્તે યોજના બહાર પાડી હતી. વિશ્વકર્મા યોજનાનો અમે લાભ લીધો હતો. 6 દિવસનો કોર્સ કર્યો એનું પણ અમને ભથ્થું મળ્યું. જે બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. 1 લાખની લોન પણ અપાઈ હતી. આ પ્રકારનો લાભ એક પણ સરકારે હજુ સુધી આપ્યો નથી.
કેવી રીતે વિશ્વકર્મા યોજનાનો લાભ મળશે: વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે ક્રાઇટેરીયા જાહેર કરાયેલો છે. આ યોજનાનો લાભ તાળા બનાવનાર, વાળંદ, મિસ્ત્રી, ઢીંગલી અને રમકડાં બનાવનાર, શિલ્પકાર, હોડી બનાવનાર, માછીમારીની જાળ બનાવનાર, મોચી, લુહાર, સુવર્ણકાર, માળા બનાવનાર, દરજી, ધોબી, પથ્થર કોતરનાર, જૂતા બનાવનાર, પથ્થર તોડનાર, બાસ્કેટ- ટોપલી બનાવનાર, સાવરણી બનાવનાર, ટુલકીટ અને હેમર ઉત્પાદકોને મળવા પાત્ર છે. અરજી કરવા માટે સરકારના જનસેવા કેન્દ્રમાં જવું પડશે. જનસેવા કેન્દ્રના અધિકારી યોગ્ય તપાસ કરીને અરજીની પ્રક્રિયા કરશે. જો કે, આધાર-પુરાવા માટે આધારકાર્ડ, સરનામાનો પુરાવો, ઓળખકાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર, બેન્ક ખાતાની પાસબુક જોઈશે. જેમાં બાદમાં અરજી સ્વીકાર્ય બાદ તાલીમ, સ્ટાઈપેન્ડ રૂપે 500 રૂપિયા, ટુલ્સ કીટ માટે 15 હજાર અને બાદમાં 1 લાખ જેવી 5 ટકાના વ્યાજદરે 18 મહિના માટેની લોન પણ મળી શકે છે.
આ પણ વાંચો: