મોરબીઃ બીલીયા અને મોડપર ગામ વચ્ચે નાળું તૂટ્યું, વાહન વ્યવહાર બંધ - news of morbi
🎬 Watch Now: Feature Video
મોરબી: જિલ્લામાં સતત મેઘમહેર વચ્ચે મુસીબતો પણ વધી રહી છે. ભારે વરસાદના કારણે મોરબીના બીલીયા મોડપર વચ્ચેનું નાળું તૂટ્યું હતું. જેને પગલે બીલીયાથી મોડપર, વિરપરડા અને જામનગર હાઈવે જવાનો રસ્તો બંધ થયો હતો. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે, હાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી નાળાનું સમારકામ કે ડાયવર્ઝન શક્ય નથી. પાણી ઓસર્યા બાદ 24 કલાકમાં નાળાનું કામ કરવામાં આવશે