વોશિંગ્ટન: ટેરિફ વોરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ બધું ત્યારે થયું જ્યારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 % ઈમ્પોર્ટ ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રુડોએ ટ્રમ્પને ફોન કર્યો અને તેમની સાથે ટેરિફ વિશે વાત કરી અને તેમની માંગણીઓ અનુસાર પગલાં લેવાની ખાતરી આપી. આ દરમિયાન મેક્સિકોનું વલણ પણ નરમ પડ્યું હતું. પરિણામે ટ્રમ્પે બંને દેશોને ટેરિફમાં 30 દિવસની રાહત આપી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મેક્સિકો અને કેનેડા પર 30 દિવસ માટે ટેરિફ થોભાવવા સંમત થયા હતા. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશોએ સરહદ સુરક્ષા અને માદક દ્રવ્યોની દાણચોરીને લગતી તેમની ચિંતાઓને દૂર કરવા પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.
— Donald J. Trump (@realDonaldTrump) February 3, 2025
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે, 'હું આ પ્રારંભિક પરિણામથી ખૂબ જ ખુશ છું. શનિવારે જાહેર કરાયેલા ટેરિફને 30 દિવસના સમયગાળા માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. જેથી કરીને જોઈ શકાય કે કેનેડા સાથે અંતિમ આર્થિક ડીલ થઈ શકે છે કે નહીં.'
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ X પર પ્રતિબંધની પુષ્ટિ કરતા કહ્યું કે, કેનેડા ઘણા પગલાં લેશે. આમાં, તે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર પ્રતિબંધ સહિત અન્ય મુદ્દાઓ પર અમેરિકા સાથે કામ કરવાનું શરૂ કરશે.
યુએસ-મેક્સિકો બોર્ડર પર 10,000 સૈનિકો તૈનાત કરવામાં આવશે:
યુએસ પ્રમુખે સોમવારે (સ્થાનિક સમય) મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથેની બેઠક બાદ મોરેટોરિયમની જાહેરાત કરી હતી. કરારના ભાગરૂપે મેક્સિકો ફેન્ટાનાઇલની દાણચોરી અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટે યુએસ-મેક્સિકો સરહદ પર 10,000 સૈનિકો તૈનાત કરશે.
LIVE: Canada’s response to U.S. tariffs | EN DIRECT : Réplique aux tarifs douaniers américains https://t.co/1R7HT03O9G
— Justin Trudeau (@JustinTrudeau) February 2, 2025
ટ્રમ્પે કહ્યું કે, બંને દેશો માટે એક મહિના માટે અપેક્ષિત ટેરિફને થોભાવવા સંમતી થઈ છે, જ્યાં બંને દેશોના પ્રતિનિધિઓ આ મુદ્દે વાતચીત કરશે. ટ્રમ્પે X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'મેં હમણાં જ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે વાત કરી છે, અને આ વાતચીત ખૂબ જ મૈત્રીપૂર્ણ હતી.
'આ વાતચીત દરમિયાન તેઓ મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સને અલગ કરતી સરહદ પર 10,000 મેક્સીકન સૈનિકોને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા હતા. આ સૈનિકોને ખાસ કરીને ફેન્ટાનીલ અને ગેરકાયદેસર વસાહતીઓના પ્રવાહને આપણા દેશમાં રોકવા માટે તૈનાત કરવામાં આવશે.' - યુએસ રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ.
તેમણે કહ્યું કે, એક મહિનાના સમયગાળા માટે ટેરિફ તાત્કાલિક બંધ કરવા પર સહમતિ બની છે. આ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રુબિયો, નાણા મંત્રી સ્કોટ બેસન્ટ અને વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક અને મેક્સિકોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં વાતચીત થશે.
રાષ્ટ્રપતિ શેનબૌમે પણ ચર્ચાની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમણે ટ્રમ્પ સાથે "સારી" વાતચીત કરી અને બંને દેશોની સાર્વભૌમત્વ માટે આદર પર ભાર મૂક્યો. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારી વાતચીત કરી હતી અને અમારા સંબંધો અને સાર્વભૌમત્વ માટે ઘણું સન્માન હતું. આ દરમિયાન અમે ઘણા કરારો પર પહોંચ્યા છીએ.
I just had a good call with President Trump. Canada is implementing our $1.3 billion border plan — reinforcing the border with new choppers, technology and personnel, enhanced coordination with our American partners, and increased resources to stop the flow of fentanyl. Nearly…
— Justin Trudeau (@JustinTrudeau) February 3, 2025
તેમણે કહ્યું કે, 'મેક્સિકોથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ્સ, ખાસ કરીને ફેન્ટાનાઇલની દાણચોરીને રોકવા માટે મેક્સિકો 10,000 નેશનલ ગાર્ડ સભ્યો સાથે ઉત્તરીય સરહદને તરત જ મજબૂત બનાવશે. યુનાઇટેડ સ્ટેટ્સ મેક્સિકોમાં ઉચ્ચ શક્તિવાળા શસ્ત્રોની હેરફેરને રોકવા માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કરાર મેક્સિકો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેની 80 % નિકાસ અમેરિકા જાય છે.
અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત 25 % ટેરિફ દેશની અર્થવ્યવસ્થાને અસર કરશે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં વ્હાઇટ હાઉસે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 % અને ચીન પર 10 % વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેમાં ગેરકાયદેસર ઈમિગ્રેશન અને ફેન્ટાનાઈલ દવાઓ પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો ટાંકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: