જૂનાગઢ: આગામી 20 મી ફેબ્રુઆરી સુધીમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. છેલ્લા 32 વર્ષથી ખગોળ વિદ્યા અને કુદરતમાંથી મળતા સંકેતોને આધારે રમણીકભાઈ વરસાદ તેમજ કમોસમી વરસાદને લઈને આગાહી કરે છે, ત્યારે આગામી 20 મી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
20 ફેબ્રુઆરી સુધીમાં કમોસમી વરસાદ: આગામી 20 ફેબ્રુઆરી સુધીમાં અને ત્યારબાદ માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ ખગોળવિદ્યા અને કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર ચોમાસા દરમિયાન વરસાદ અને કમોસમી વરસાદને લઈને સતત આગાહી કરતા આવ્યા છે. પરિણામે આ વખતે પણ તેમણે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વરસાદ પડવાની સ્થિતિમાં જીરું, ધાણા અને કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. વધુમાં આ વર્ષ દરમિયાન સૂર્ય અને ચંદ્રગ્રહણની ચાર ખગોળીય ઘટનાઓ પણ બનવા જઈ રહી છે જેને કારણે પણ આ કુદરતી સંકેત મળી રહ્યા છે.
ગ્રહણો અનુસાર મંદી તેમજ અનાજ મોંઘું થવાની સ્થિતિ:
રમણીકભાઈ તેમના અનુભવોને આધારે આકાશી આગાહી કરી છે. તે મુજબ આ વર્ષમાં ચાર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થઈ રહ્યા છે જે પૈકીનું નવમા મહિનામાં આવતું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ સિવાય અન્ય ત્રણ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં જેને કારણે મોંઘવારી વધી શકે છે. વેપારીઓ માટે મંદીનો સમય શરૂ થઈ શકે છે પરંતુ ખેડૂતો માટે વર્ષ સારું જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
રમણીકભાઈના જણાવ્યા અનુસાર,
- 26 જૂન, 2025 ના દિવસે આદ્રા નક્ષત્ર હોવાથી અનાજ મોંઘુ થઈ શકે છે.
- 31 મે, 2025 બાદ કપાસ અને રૂના ભાવમાં ખૂબ તેજી પણ જોવા મળી શકે છે.
- 6 ડિસેમ્બર, 2024 ના શુક્રવારના દિવસે વાદળ જોવા મળ્યા હતા જેથી આવનાર વર્ષ ખૂબ સારું થાય તેમજ અખાત્રીજના દિવસે નક્ષત્ર રોહિણી હોવાથી પણ વરસાદના સારા યોગનું સર્જન થઈ શકે છે.
- 9 ફેબ્રુઆરી, 2025 ના દિવસે મહા સુદ બારસ અને શનિવારના દિવસે આકાશમંડળમાં સૌથી આકર્ષિત કરતો પૂંછડિયો તારો એટલે કે હેલીનો ધૂમકેતુ જોવા મળી શકે છે, જેને લઈને પણ કેટલીક અસામાન્ય ઘટનાઓ જેમાં કુદરતી રાજકીય અને સામાજિક ઘટનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: