ભાવનગર: શહેર હિરા ઉદ્યોગમાં રોજગારી આપતું ગુજરાતમાં સુરત પછીનું બીજું શહેર છે. ત્યારે હિરા ઉદ્યોગમાં રત્નકલાકારો કેવી રીતે કાર્ય કરે છે. તેમની કાર્ય પદ્ધતિ કેવી છે, તેઓએ કેટલો અભ્યાસ કર્યો છે, તેમની સ્થિતિ પર ભાવનગરના દીપ્તિબેન ઠક્કર એ 4 તાલુકાઓમાં જઈને રત્નકલાકારોની સ્થિતિ પર સંશોધન કરીને PhDની પદવી હાંસિલ કરી છે. ત્યારે ETV BHARATએ PhD હાંસિલ કરનારા દીપ્તિબેન ઠક્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગની સ્થિતિ વિશે તારણો મેળવ્યા હતા.
ભાવનગર યુનિવર્સિટીમાંથી PhD કર્યુ: હીરા ઉદ્યોગમાં શ્રમિકોની સ્થિતિ પર PhD કરનારા દીપ્તિબેન ઠક્કરે જણાવ્યું કે, મેં PhD માં એડમિશન મેળવવા માટે 20 ફેબ્રુઆરી 2020ના રોજ રજિસ્ટ્રેશન કર્યું હતું. 9 મે 2024ના રોજ મેં મારું PhD પૂર્ણ કર્યું છે. મને ડોક્ટરેટની ડિગ્રી પણ મળી છે. મેં PhD, MKBU એટલે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીના ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાંથી કરેલું છે, હાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ કિશોરભાઈ જોશી છે. મેં PhD કર્યું તે સમયે ભારતીબેન દવે મારા ગાઈડ હતા.
હીરા ઉદ્યોગમાં મહિલાઓનું યોગદાન: PhDની પદવી મેળવનારા દીપ્તિબેન ઠક્કરે જણાવ્યું કે, મેં PhD માટે જે વિષય પર રિસર્ચ કર્યું તો મને એમાં જાણવા મળ્યું કે, હીરા ઉદ્યોગ એવો ઉદ્યોગ છે. જેમાં મહીલાઓ 34 ટકા જોડાયેલી છે. મેં 463 લોકોની રુબરુ મુલાકાત લઈને બધી માહિતી મેળવી છે. તે આધારે મને જાણવા મળ્યું કે આ ઉદ્યોગમાં 34 ટકા મહિલાઓ પણ જોડાયેલી છે. જ્યારે આ અંગે મેં મહિલાઓને સવાલ કર્યો, ત્યારે તેમણે જણાવ્યું કે, મહિલાઓ માટે આ એકદમ સુરક્ષિત કામ છે. આ કામમાં તેમને મુશ્કેલી નથી થતી. ઓછું ભણતર હોવા છત્તા લોકો આ કામમાંથી આરામથી 20 હજારથી 25 હજારની આવક મેળવી લે છે. તેવું મહિલાઓએ જણાવ્યું હતું.
અઠવાડિયામાં 3 દિવસ રોજીરોટી છીનવાઈ: આગળ વાત કરતા દીપ્તિબેન ઠક્કરે જણાવ્યું કે, પરંતુ હાલના તબક્કે જ્યારે મે 2024 માં PhD પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં જાણવા મળ્યું કે, છેલ્લા દોઢ-બે વર્ષથી રશિયા અને યુક્રેન યુદ્ધને લીધે રો મટીરીયલ મળતું નથી. જેના લીધે હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ઘણા લોકોને રોજગારમાંથી છૂટા કરવામાં આવ્યા છે. પહેલા લોકોને અઠવાડિયામાં 8 કલાક કામ મળી રહેતું હતું, પરંતુ મંદીના લીધે લોકોને 3 દિવસ કામ પર બોલાવાતા નથી. જેમાં માત્ર 4 દિવસની જ રોજગારી આપવામાં આવે છે.
4 તાલુકામાં રત્નકલાકારોની કરી મુલાકાત: દીપ્તિબેન ઠક્કરે જણાવ્યું હતું કે, મારા રિસર્ચના અનુસંધાને હું લગભગ 2 થી અઢી હજાર જેટલા લોકોને મળી છું, ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, પાલિતાણા,ગારીયાધાર 4 તાલુકાના કારખાનાઓના માલિકો અને શ્રમિકો સાથે મુલાકાત કરી છે.
આ પણ વાંચો: