મિત્રોના કારણે હેલિકોપ્ટર પર સવાર થઈ વરરાજા જાન લઈને પહોંચ્યા, જૂઓ વિડીઓ - Marriage gift
🎬 Watch Now: Feature Video
હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન સુરતના ખજોદ મુકામે લઈ જવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં જાન લઈ જવાનું સમગ્ર આયોજન કરી વરરાજા રાહુલને યાદગાર ભેટ ( Marriage Gift ) મિત્રો તરફથી અપાઇ હતી. આ અનોખી જાન જોવા માટે ગ્રામજનો પણ એકઠા થયાં હતાં. સુરતના ભટારમાં રહેતાં માલધારી સમાજના અગ્રણી વિભાભાઈ જોગરાણાના પુત્ર રાહુલ જોગરાણાના લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન સુરતના ખજોદ મુકામે લઈ જવામાં આવી હતી. મિત્રો દ્વારા હેલિકોપ્ટરમાં ( Helicopter ) જાન લઈ જવાનું સમગ્ર આયોજન કરી રાહુલને યાદગાર ભેટ આપવામાં આવી હતી. જાનૈયાઓ પણ આ કાર્યક્રમ જોઈ ખૂબ જ ઉત્સાહિત થયાં હતાં. આ સમગ્ર આયોજન માટે વરરાજા રાહુલે બધા જ મિત્રોનો આભાર માન્યો હતો અને ખૂબ જ રાજીના રેડ થયાં હતાં.