હૈદરાબાદ: ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરી એક વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની શપથ લેવા જય રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ બીજી વાર અમેરિકાનો રાષ્ટપતિ બનશે. 20 જાન્યુઆરી 2025, સોમવારના રોજ યોજાનાર ઉદ્ઘાટન દિવસે તે રાષ્ટ્રપતિની શપથ લેશે. આ શપથ ગ્રહણ વિધિમાં સંગીત પરફોર્મન્સ, વિજયી પરેડ જેવા કાર્યક્રમો પણ યોજાશે.
જાણવા જેવી બાબત એ છે કે ટ્રમ્પ આ વખતે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકેની શપથ લેશે. આ કાર્યક્રમ 12 PM ET (1700 GMT) વાગે એટલે કે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 PM (IST) એ વોશિંગ્ટનની ડીસીમાં કાર્યક્રમ શરૂ થશે. જેમાં મુખ્ય ન્યાયાધીશ જોન રોબોર્ટસ ટ્રમ્પને શપથ લેવાડાવશે.
ઉપરાંત સોમવારના રોજ વોશિંગ્ટનની ડીસીમાં વાતાવરણમાં તાપમાન નીચી જતાં ઠંડીના કારણે ટ્રમ્પ કેપિટોલ રોટુન્ડાની અંદરથી શપથ લેશે. પરિણામે વોશિંગ્ટનની મુલાકાતે આવેલા દરેક વ્યક્તિ આ શપથ ગ્રહણ વિધિને રૂબરૂ જોઈ શકશે નહીં. અહીં નોંધનીય બાબત એ છે કે, છેલ્લા 40 વર્ષમાં આ કાર્યક્રમ કેપિટોલ રોટુન્ડાની બહાર યોજતો હતો પરંતુ આ વર્ષે આ કાર્યક્રમ કેપિટોલ રોટુન્ડાની અંદર યોજાશે.
ટ્રમ્પની શપત વિધિમાં કોણ કોણ હાજર રહેશે?
ટ્રમ્પવાદી વલણ અપનાવતા, રિપબ્લિકન પાર્ટીએ ઘણા ટેક દિગ્ગજોને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે, જેમાં તેમના કેબિનેટના ઉમેદવારો જેવા મહેમાનો પણ સામેલ થશે. અમેરિકન મીડિયા અનુસાર, અબજોપતિ એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝુકરબર્ગ પણ હાજરી આપશે, ઉપરાંત ચાઇનીઝ સોશિયલ મીડિયા જાયન્ટ ટિકટોકના સીઇઓ શૌ ચ્યુ પણ હાજરી આપશે.
દુનિયાના ટેક જાયન્ટ આપશે હાજરી: ટ્રમ્પે ટેક કંપનીના માલિકો સાથે ગાઢ સંબંધો બનાવ્યા છે, જેનાથી તેમના અભિયાનને ટિકટોક, મસ્કના એક્સ અને ઝુકરબર્ગના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાયેલી ખોટી માહિતી દૂર કરવાનો ફાયદો થયો છે. 2020 માં ટ્રમ્પને હરાવ્યા ત્યારે બિડેનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાનો ટ્રમ્પે ઇનકાર કર્યો હોવા છતાં, હાલના રાષ્ટ્રપતિ જો બિડેન સમારોહમાં હાજરી આપશે.
બધા જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ - બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ. બુશ અને બરાક ઓબામા સમારોહમાં હાજરી આપશે, તેમની પત્નીઓ પણ મિશેલ ઓબામા સિવાય બધા હાજર રહેશે. તેનો અર્થ એ કે હિલેરી ક્લિન્ટન, જેમને ટ્રમ્પે 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હરાવ્યા હતા, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જેમને તેણે નવેમ્બરમાં હરાવ્યા હતા તેઓ પણ હાજર રહેશે.
પરંપરાગત રીતે રાષ્ટ્રના વડાઓને આમંત્રિત કરવામાં આવતા નથી, પરંતુ ટ્રમ્પે વિદેશી નેતાઓને પણ આમંત્રણ મોકલ્યા છે, જેમાં કેટલાક તો તેમના રાજકારણમાં મદદ કરનાર પણ છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, હંગેરીના વિક્ટર ઓર્બન, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલેઈ હાજરી આપશે. ચીનના શી જિનપિંગને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની જગ્યાએ તેમના ઉપપ્રમુખ હાન ઝેંગ ચાઈનાનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતથી કોણ કોણ જશે ? : ભારતની વાત કરીએ તો ભારતથી વિદેશ મંત્રી એસ જયશંકર આ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રવિવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પના ઉદ્ઘાટન પહેલાના કાર્યક્રમ દરમિયાન આ દંપતી ટ્રમ્પને મળ્યા હતા.
આ પણ વાંચો: