અંક્લેશ્વરના ખરોડ ગામમાંથી અમરેલીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામની સીમમાં આવેલા ખંડેર જેવા મકાનમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેનું ગળું દબાવીને પથ્થરથી માથું છૂંદી હત્યા કરાય હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન યુવાનની ઓળખ અમરેલી જિલ્લાના હેમખિમડી ગામના દિલીપ ઉર્ફે દિલો ડોન જેસિંગભાઈ માધાભાઈ બારેયા તરીકે કરવામાં આવી છે.