ETV Bharat / state

કચ્છમાં હાથીદાંતની બંગડીઓ બનાવી ગેરકાયદે વેચાણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ, 4 શખ્સોની ધરપકડ - KUTCH NEWS

કચ્છના ભુજ વિસ્તારમાં આવેલા ડાંડા બજારમાં બંગડીયોની દુકાનમાંથી હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.

કચ્છ LCBએ હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું
કચ્છ LCBએ હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 9:42 PM IST

કચ્છ: દેશમાં પ્રતિબંધિત હાથીદાંતના ઉપયોગ મામલે પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે. ભુજની બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીની દુકાનમાં હાથીદાંતમાંથી બંગડીઓ બનાવામાં આવી રહી હતી. જેમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે.

હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું: ભુજ શહેર વિસ્તારમાં આવેલા ડાંડા બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીયોની દુકાનમાંથી ચોરી છુપીથી હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. કચ્છ જીલ્લામાં ચોરીછુપી રીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા અને આવી ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે રેન્જ આઇજી દ્વારા સુચના આપવામાં આવી હતી.

કચ્છ LCBએ હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું (Etv Bharat Gujarat)

હાથીદાંતની બંગળીઓનું ગેરકાયદે વેચાણની મળી બાતમી: પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જીલ્લામાં ચોરી છુપી રીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી. જે અતંર્ગત 16 નવેમ્બરના અલગ અલગ સરકારી વાહનોમાં ભુજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે ભુજ મધ્યે બજાર ચોકી આગળ ડાંડા બજારમાં આવેલી મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાં હાથીદાંતની અમુક બંગડીયો ચોરી છુપી રીતે બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

હાથીદાંતની 10 બંગડીઓ મળી આવી: બાતમી મુજબ પશુ ચિકિત્સક ડૉ. દિક્ષિત પરમારનો સંપર્ક કરી તેમને સાથે રાખીને તેમજ પંચોના માણસો સાથે મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં જઇ ટીમે તપાસ કરતાં દુકાનમાં આસીમ અહમદ મણિયારા હાજર હતા અને આ દુકાનમાં લાકડાના ટેબલના ખાનામાં પડેલું એક બોક્સ બહાર કાઢી જોતા તેમાં નાની મોટી જાડી પાતળી સાઇઝની કુલ 10 હાથીદાંતની બંગડીઓ મળી આવી હતી. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે અને વધુ તપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

હાથીદાંતની બંગળીઓનું ગેરકાયદે વેચાણ કરતા ઈસમોની ધરપકડ
હાથીદાંતની બંગડીઓનું ગેરકાયદે વેચાણ કરતા ઈસમોની ધરપકડ (Etv Bharat Gujarat)

હાથીદાંતની બંગળીઓનું ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલ આરોપીઓ

1) આસીમ અહમદ મણિયાર
2) અહમદ સુલેમાન મણિયાર
3) અલ્તાફ અહમદ મણિયાર
4) અઝરૂદીન નીઝામુદીન મણિયાર

આ પણ વાંચો:

  1. જામનગર મનપાએ શરૂ કરી RRR શોપ: ન જોતું હોય એ મુકી જાવ, જરૂર હોય તે મફતમાં લઈ જાવ...
  2. અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું કચ્છનું આ ગામ, ગૌચર માટે 200 એકર જમીન ફાળવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.