પાલનપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની કરાઇ ઉજવણી - Vallabhbhai Patel was celebrated in Palanpur
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમીતે પાલનપુર જુના ગંજ બજાર ખાતેથી રનફોર યુનિટી અંતર્ગત કલેક્ટર કચેરી સુધી દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં APMC ગુજરાત સરકારના ચેરમેન બળવંતસિંહ રાજપુત દ્વારા લીલીઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. બનાસકાંઠાનાં સાંસદ પરબતભાઇ પટેલ,જિલ્લા કલેકટર સંદીપકુમાર સાંગલે, જીલ્લા પોલીસવડા તરૂણ કુમાર દુગલ, જીલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, મહામંત્રી અમૃતભાઇ દવે, શહેર પ્રમુખ મુન્નાભાઇ ગુપ્તા, ભાજપ અગ્રણી રાણાભાઇ દેસાઈ, માધુભાઇ રાણા, ગીરીશભાઇ જગાણીયા, હિતેશભાઇ ચૌધરી, નગરપાલિકા ઉપપ્રમુખ હેતલબેન રાવલ, નગરપાલિકા કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરી જનો જોડાયા હતા.