એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું બાઈક ચોરી, ઘટના CCTVમાં કેદ - ahmedabad crime ratio
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: શહેરના એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનહર પરમાર 28 જુલાઈના રોજ પોતાનું બાઈક લઈને પોલીસ સ્ટેશન આવ્યા હતા અને એલીસબ્રીજની નીચે બાઈક પાર્ક કર્યું હતું. સવારે તે પોતાના ઘરે જવા બાઈક પાર્ક કરેલા સ્થળ પર ગયા, ત્યારે બાઈક ગાયબ થઇ ગયું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.