બોટાદમાં પોલીસ અને જાહેર સંસ્થાએ હેલ્મેટનું વિતરણ કર્યું... - new rules of traffic
🎬 Watch Now: Feature Video
બોટાદઃ જિલ્લાના બરવાળા મુકામે સાળંગપુર ત્રણ રસ્તા ઉપર ટ્રાફિક નિયમનના નવા કાયદાની અમલવારી અર્થે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં બરવાળા પોલીસ અને જાહેર સંસ્થાના સયુક્ત ઉપક્રમે રોડ ઉપરથી પસાર થતા હેલ્મેટ વગરના વાહન ચાલકોને પ્રથમ વખત દંડના બદલે હેલ્મેટ ફાળવવામાં આવ્યા હતાં. જેમાં બોટાદના DY.sp, PSI, બરવાળા નગરપાલિકા પ્રમુખ, ફારુકભાઈ ચુડેસરા(ગુજરાત ઓઇલ મિલ), અનિષાબેન ચુડેસરા (એડવોકેટ) સહિતના લોકોએ દંડના બદલે હેલ્મેટ ફાળવણી કરવાનો નવો અભિગમ અપનાવ્યો હતો. હેલ્મેટ વિતરણથી પોલિસની સરાહનિય કામગીરીની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે.