ETV Bharat / state

ગ્રાઉન્ડ રિપોર્ટ: થાન નગરપાલિકામાં સ્થાનિકોની શું છે સમસ્યા? ચૂંટણી પહેલાં ETV સમક્ષ લોકો શું બોલ્યા? - THAN NAGARPALIKA ELECTION

થાન નગરપાલિકાના વોર્ડ નંબર 4ની મુલાકાત લઈને ત્યાંના સ્થાનિક લોકોના રોડ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે જાણવાનો ETV Bharatએ પ્રયાસ કર્યો હતો.

થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકોએ જણાવી સમસ્યા
થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકોએ જણાવી સમસ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 4:16 PM IST

Updated : Jan 31, 2025, 4:41 PM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના થાન શહેરની નગરપાલિકાને ચૂંટણી જાહેર થઈ છે. છેલ્લાં 18 માસથી વહીવટી શાસન ચાલતું હતું. ત્યારે સ્થાનિક લોકોની શું સમસ્યાઓ છે તે થાન નગરપાલિકાના વોર્ડ નંબર 4ની મુલાકાત લઈને ત્યાંના સ્થાનિક લોકોના રોડ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે જાણવાનો ETV Bharatએ પ્રયાસ કર્યો હતો.

થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકોએ જણાવી સમસ્યા (ETV Bharat Gujarat)

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં 9 વોર્ડમાં 28 સભ્યોની ચૂંટણી માટે પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે થાન શહેરમાં ઘણા વર્ષોથી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરી રહ્યા છે. રોડ-રસ્તા, ગટર, પીવાના પાણીની સમસ્યા મોટી જોવા મળી રહી છે. પ્રાથમિક સુવિધા ના અભાવે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 4ના સ્થાનિક લોકોએ પોતાની સમસ્યા અંગે શું કહ્યું? જુઓ

થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકોએ જણાવી સમસ્યા
થાન નગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકોએ જણાવી સમસ્યા (ETV Bharat Gujarat)

10-15 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત
ETV Bharat સાથે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, 10થી 15 વર્ષ થવા છતાં તેમણે પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અનેક વિસ્તારોમાં ગંદકી, ગટર, પીવાના પાણી, રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થતી ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે અને લોકોના કામ કરે તેવા ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે દર વખતે મત માગવા આવતા ઉમેદવારો જીત્યા પછી વોર્ડમાં ન દેખાતા હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. તેઓને સારા ઉમેદવારોની પસંદગી કરી રાજકીય પક્ષો દ્વારા યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

થાન શહેરની નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે લોકોની સાથે વેપારીઓના અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે. ત્યારે વ્યાપારીઓએ જણાવ્યું હતું કે, થાન શહેરથી તરણેતર બાજુના રસ્તા પરનો રેલવેનો ઓવરબ્રિજ જે છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી કામગીરી ચાલુ છે. પરંતુ હજુ સુધી તેનું કામ પૂર્ણ થયું નથી. તેથી મેઇન બજારમાંથી લોકોને પાંચ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે અને ત્યાં પણ ફાટકને લઈ મોટા વાહનોની અવાજાને લઈ ટ્રાફિક સમસ્યાઓ જોવા મળી રહી છે અને શહેરના રસ્તાઓ એટલા ઉબડ ખાબડ જોવા મળી રહ્યા છે. તેને લઈને બહારથી આવતા ટ્રાન્સપોર્ટેશન વાળા પણ થાનમાં ન આવતા હોવાનો પણ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે લોકોના પ્રશ્નો રોડ રસ્તા સહિતના કામગીરી કરે તેવા ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ભણેલા અને સારા ઉમેદવારોને રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવે તો શહેરનો વિકાસ થાય તેમ છે.

આ પણ વાંચો:

  1. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તાપીની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સ્થાનિકોમાં ખુશીનો મહોલ
  2. અંબાજીમાં ડિમોલિશન, વિકાસ માટે તંત્ર દ્વારા 89 મકાનો જમીનદોસ્ત કરાયા

Last Updated : Jan 31, 2025, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.