પાટણમાં ભગવતી ઈન્ટરનેશનલ સ્કૂલનો વર્ષિક ઉત્સવ યોજાયો - Annual festival of Bhagwati School
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5843078-thumbnail-3x2-patanann.jpg)
પાટણઃ નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે 17માં વર્ષિક ઉત્સવને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ખુલ્લો મુક્યો હતો. ભણતરની સાથે-સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્ષ દરમિયાન શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે પાટણની ભગવતી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચાલુ વર્ષે પાટણ ધી રાઇઝિંગ હેરીટેઝ થીમ પર રંગારંગ વર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં કે.જી.થી ધો.12 સુધીના વિધાર્થીઓએ ગુજરાતી, પંજાબી, મરાઠી, ગીતો પર નૃત્ય કરી પોતાની કલાને પ્રદર્શિત કરી ઉપસ્થિત મહાનુભાવોને મંત્ર મુગ્ધ કર્યા હતા.