આગામી 24 સપ્ટેમબર અંબાજીનું મંદિર બંધ રહેશે - Bhadarvi Poonam
🎬 Watch Now: Feature Video
શક્તિપીઠ અંબાજી મંદિર ફરી એકવાર એક દિવસ માટે બંધ રહેશે. આગામી 24 સપ્ટેમબરે મંદિરમાં પ્રક્ષાલન વિધિને લઈ અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. ભાદરવી પૂનમ દરમિયાન હજારોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ જેમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે, તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહીત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે, સાથે માતાજીના વિવિધ શણગારના અલંકારો,સવારીને પૂજનની તમામ સામગ્રી ને સફાઈ કરી પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. આ પ્રક્ષાલન વિધિ માટે આગામી 24 સપ્ટેમબર શુક્રવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે ને પ્રક્ષાલન પત્યા બાદ રાત્રી ના 9.00 વાગે નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર મંગલ કરવામાં આવશે અને 25 સપ્ટેમબર થી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબ રહેશે.