જીત બદલ પોરબંદની જનતાનો આભારઃ જિલ્લા પ્રમુખ - porbandar election update
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10841936-thumbnail-3x2-m.jpg)
પોરબંદર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છાંયો પોરબંદર સંયુક્ત નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. આ સાથે જ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જીત થઇ છે, ત્યારે ETV Bharatના સંવાદદાતાએ પોરબંદર જિલ્લા પ્રમુખ સાથે ચર્ચા કરી હતી. જેમાં પોરબંદર જિલ્લા પ્રમુખે જીત બદલ પોરબંદરની જનતાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 542 સ્થળોએ 845 હોલમાં મતગતણરી હાથ ધરવામાં આવી હતી. રવિવારના રોજ યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં 31 જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.