દાહોદ કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને આભાર અને સંદેશો - દાહોદ કલેક્ટર
🎬 Watch Now: Feature Video
દાહોદઃ જિલ્લામાં જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. જેથી કલેક્ટર વિજય ખરાડીએ ઈટીવી ભારતના માધ્યમથી જિલ્લાના લોકોનો આભાર માનીને સંદેશો આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, આપણી આ કોરોના વાઇરસ સામેની લડાઈની શરૂઆત છે. સવારે 7 વાગ્યાથી લોકોએ ઘરની અંદર રહી આ લડાઈમાં સાથ આપ્યો છે. આ ઉપરાંત તેમણે જનતા કરફ્યૂ પૂર્ણ થયા બાદ પણ ઘરની બહાર નિકળવાનું ટાળવા અંગે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં 31 માર્ચ સુધી કલમ 144 લગાવવામાં આવી છે, પરંતુ આ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહેશે.