જૂનાગઢઃ તરસિંગડા ગામની મહિલા નદીના પુરમાં તણાઇ, શોધખોળ હાથ ધરાઇ - Tarsingda's female tension
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7593288-31-7593288-1591979743469.jpg)
જૂનાગઢઃ જિલ્લામાં માળીયા હાટીના તાલુકાના તરસિંગડા ગામની મહિલા નદીના પુરમાં તણાઇ ગઇ હતી. જેન્તીભાઇ કળથીયા અને તેમની પત્ની ભાવનાબેન કળથીયા શુક્રવારે બપોરે ખેતરેથી વાવણી કરીને બળદગાડું લઈને મેઘલ નદીના સામાંકાંઠેથી ગામમાં આવતા હતા, ત્યારે નદીમાં પુર આવતા જેન્તીભાઈનું બળદ ગાડું તણાવા લાગ્યું હતું, સદનસીબે જેન્તીભાઈ અને બળદ બચી ગયા છે જોકે તેમના પત્ની ભાવનાબેન તણાઈ ગયા હતા. બનાવની જાણ થતાં ગામના સરપંચ, માળીયાના PSI એચ વી રાઠોડ, મામલતદાર, ટીડીઓ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને શોધખોળ હાથ ધરાઈ હતી તેમજ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાને પણ શોધખોળ માટે ઉતરાયા હતા, પરંતુ હજુ સુધી મહિલાનો કઇ પતો લાગ્યો નથી ત્યારે તંત્ર દ્વારા NDRFની ટિમ બોલવાઈ છે.