ડીસામાં સરકાર વિરુદ્ધ શિક્ષકોના ધરણાં, પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરી માગ

By

Published : Nov 23, 2019, 9:39 PM IST

thumbnail
ડીસાઃ તાલુકામાં શિક્ષકો તેમની પડતર માંગણીઓને અંગે સરકારી કચેરી બહાર ધરણાં પર ઉતરી આવ્યા હતા. આ સાથે જ તેમના પડતર પ્રશ્નોના નિવારણ માટે ડીસાના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં શિક્ષકો તેમના પડતર પ્રશ્નોને લઇ સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ચાલી આવતી આ લડતને લઇ આજે સમગ્ર ગુજરાતમાં શિક્ષકો ધરણાં પર ઉતરી આવ્યા હતા. આજે ડીસા ખાતે પણ મામલતદાર કચેરી સામે શિક્ષકોએ ભેગા થઈ પડતર પ્રશ્નો જેવા કે, પગારના પ્રશ્નો, સી.આર.સી અને બી.આર.સીને ફરજ મુક્તિ વખતે મૂળ શાળામાં મુકવા, શિક્ષકોને જીપીએફના તમામ હિસાબોની સ્લીપો આપવા જેવી માંગણીને લઇ ધરણાં કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.