જામનગરમાં નગરપ્રાથમિક શાળાના શિક્ષકોએ ગ્રેડ પે મામલે યોજ્યા પ્રતીક ઉપવાસ - સરકાર દ્વારા ભેદભાવ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શિક્ષકો સાથે રાજ્ય સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકો શનિવારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. શુક્રવારના રોજ શિક્ષણ પ્રધાનએ કરેલી જાહેરાત અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોને કોઈપણ પ્રકારના લાભ આપવામાં આવ્યા નથી. નગર પ્રાથમિક શિક્ષણ સંઘની આગામી કોર કમિટીની બેઠકમાં આગામી કાર્યક્રમો અને લઈ તેમજ રાજ્ય સરકારમાં ફરીથી રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. રાજ્યભરમાં શનિવારના રોજ 7000 જેટલા નગર પ્રાથમિક શિક્ષકો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ગ્રેડ પેમાં નગર પ્રાથમિક શિક્ષકો સાથે રાજ્ય સરકાર ભેદભાવ કરી રહી છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જો કે, નગર પ્રાથમિક શિક્ષકોની માગ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવામાં આવે તેવી શક્યતા છે.
Last Updated : Jul 18, 2020, 11:29 PM IST