હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓના ઘર બહાર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો મોનિટરિંગ કરશે - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
🎬 Watch Now: Feature Video
સુરત: કોરોના વાઈરસની મહામારી વચ્ચે સૌથી વધુ હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓની સંખ્યા સુરતમાં સામે આવી છે. ત્યારે આવા હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા દર્દીઓના ઘર બહાર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના 800થી વધુ શિક્ષકોને મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવી છે. જે શિક્ષકો હોમ ક્વોરેટાઇન કરાયેલા દર્દીઓના ઘરેથી વિડીયો કોલિંગના માધ્યમથી સમિતિને રિપોર્ટ કરશે. આ સિવાય અન્ય શિક્ષકો શહેરમાં ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને આપવામાં આવી રહેલી અનાજ કીટ વિતરણની કામગીરી પણ કરી રહ્યા છે. હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા દર્દીઓના ઘર બહાર પોતાની નૈતિક ફરજ બજાવી રહેલા શિક્ષણ સમિતિના શિક્ષકોની સલામતી અને સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જ્યાં તમામ શિક્ષકોને માસ્ક સહિતની કીટ પણ આપવામાં આવી છે.