મહેસાણા: કૂકરવાડા APMCના ગેટ નં-2 સામે ટાટા ગાડીએ 2 બાઇકને ટક્કર મારી, 3 ધવાયા - mahesana samachar
🎬 Watch Now: Feature Video
મહેસાણા: વિજાપુર તાલુકાના કૂકરવાડા ગામની APMCના ગેટ નં-2 આગળ શનિવારે સવારે સાતેક વાગ્યાની આસપાસ કૂકરવાડા તરફથી આવતી ટાટા મોટર્સ (HJ 9 M 6687)ના ચાલકે અચાનક બ્રેક મારતા તે રસ્તા પર આડી થઈ ગઈ હતી. આ સમયે સામેથી આવતા બે બાઇક માત્ર 3 સવાર સ્પેશિયોને ટકરાયા હતા. જેમાં 2 પરપ્રાંતીય યુવાન સહિત કુલ 3ને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બંને પરપ્રાંતીય યુવાનોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.