વિજાપુરના વસઈ ગામે તંત્રએ દરોડા પાડતા પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ - latest news of corona virus
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લાના વિજાપુરના વસઈ ગામે તંત્રએ દરોડા પાડતા પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઇ હતી. મળતી માહિતી મુજબ વિસનગર પ્રાંત અધિકારી સીસી પટેલને મળેલી બાતમીના આધારે મળેલા સરનામે સરકાર દ્વારા જાહેર કરવમાં આવેલા લોકડાઉનનું સરેઆમ ભંગ કરીને તમાકુ ગુટકા તેમજ પાન, બીડી, મસાલા જેવી આવશ્યક ચીજ વસ્તુઓનો વેપાર થઇ રહયો છે. જેને લઇને પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમે લોકડાઉનમાં પેટ્રોલીંગ કરવા નીકળેલી વસઈ પોલીસને જાણ કરી રેડ કરતા અંબાજીપરા ગોકુલનગરના ચંદ્રકાન્તભાઇ કાન્તિલાલને પાન, બીડી સિગારેટ, મસાલા ગુટકા સાથે રુપિયા 12,350ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને લોકડાઉન ભંગ અંતર્ગત તેમજ એપીડેમીક 1897ની કલમ 3 મુજબ વેપારી સામે વસઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.