નડિયાદ-મહેમદાવાદ રોડ પર કેરોસીન ભરેલું ટેન્કર પલ્ટી માર્યુ - હાઇવે પર ટેન્કર પલટી મારી ગયુ
🎬 Watch Now: Feature Video
ખેડા : મહેમદાવાદ-નડીયાદ હાઈવે પર વરસોલા ગામની સિમ પાસે આજે મંગળવારે બપોરે કેરોસીન ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જેના પગલે ટેન્કરમાં ભરવામાં આવેલું બધું કેરોસીન જમીન પર ઢોળાઈ ગયું હતું. આ ઘટનાને પગલે ક્રેઈન બોલાવી ટેન્કરને ઉભું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે જવલનશીલ પદાર્થ હોવા છતાં પોલીસ કે ફાયરને જાણ કરવામાં આવી નહોતી. ટેન્કર રોડ પરથી જઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક ટાયર ફાટતા પલટી મારી ગયું હતું.