અમદાવાદ: ઉચ્ચ શિક્ષણ બાદ ગુજરાતના યુવાઓમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનો ક્રેઝ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે. જોકે કેટલીકવાર પરિવારની આર્થિક સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે બેંકોમાંથી ઊંચા દરે લોન લેવી પડતી હોય છે. જોકે તમે આ માટે ગુજરાત સરકારની યોજનાનો લાભ લઈ શકો છો, જેમાં વિદ્યાર્થીઓને માત્ર વાર્ષિક 4 ટકાના દરે લોન આપવામાં આવે છે અને અભ્યાસ પૂરો થયા બાદ આ લોનની ભરપાઈ કરવાની હોય છે. શું છે વિદ્યાર્થીઓને મળતી આ લોનની યોજના અને તેના માટે કેવી રીતે તમે અરજી કરી શકો? વાંચો વિગતે.
લોન સહાયના ધોરણો
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.15 લાખની લોન
લાયકાતના ધોરણો
- ધોરણ-12 માં ઓછામાં ઓછા 60% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે 50%)
- વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના 1 (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
- વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
વ્યાજનો દર
- વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદા
- સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.10 લાખથી ઓછી.
મહત્વના જરૂરી આધારો
- જાતિનો દાખલો
- કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -16
- અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
- વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
- વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
- વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
- એર ટીકીટની નકલ
- વિદ્યાર્થીના પિતા/વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
જામીનદાર
- એક જામીનદાર રજૂ કરવાના રહેશે.
મોર્ગેજ
- લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલા જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.
લોન કેવી રીતે પરત કરવી
- વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ 10 વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ 2 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
ફોર્મ કેવી રીતે ભરવું?
અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.
- ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
- જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
- ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
- વડી કચેરીએ મળેલી અરજીઓની ક્રમાનુસાર ચકાસણી કરવામાં આવશે.
- પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
- મંજૂરીનો આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે.
- અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવામાં આવશે.
વિદ્યાર્થીએ નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
આ પણ વાંચો: