હૈદરાબાદ: વર્તમાન સમયમાં અચાનક જ હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. મોટી સંખ્યામાં ભારતીય યુવાનોમાં હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ (Cardiac arrest) અને બીજા હાર્ટ સંબંધિત રોગો ચિંતાનું એક મુખ્ય કારણ બનતું જઇ રહ્યું છે. ઓછી ઉંમરની (35-50 વર્ષ) લગભગ 75 ટકા વસ્તી પર હાર્ટ એટેકનો ખતરો છે. હકીકતમાં હાર્ટ એટેક એક ઘાતક તબીબી સ્થિતિ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17.9 મિલિયન લોકોની મોત હાર્ટ સંબંધિત રોગોના કારણે થાય છે.
અભ્યાસ જણાવે છે કે, દરેક 5માંથી 4 મોત હાર્ટ એટેકના લીધે થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, હાર્ટ એટેક હ્રદયની રક્તવાહિનીઓમાં રક્ત પરિભ્રમણમાં અવરોધ, રક્ત વાહિનીઓમાં અવરોધ, હ્રદયને યોગ્ય રક્ત પુરવઠાનો અભાવ વગેરે કારણોના લીધે હાર્ટ એટેક આવે છે. હાલમાં અવ્યવસ્થિત દિનચર્યા, તણાવ, ખોટી ખાનપાનની આદત, પર્યાવરણીય પ્રદૂષણ અને અન્ય કારણોસર હ્રદયની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. નાની ઉંમરથી લઇને વૃદ્ધ લોકોમાં હ્રદય સંબંધિત સમસ્યાઓ થવી તે સામાન્ય વાત બની ગઇ છે.
એવામાં આજે આ ખબરના માધ્યમથી જાણો કે, હાર્ટ એટેક આવતા પહેલા તમારુ શરીર શું સંકેત આપે છે. યાદ રાખો કે, તમને વગર કોઇ કારણે શરીરના કોઇ ભાગમાં દર્દ લાગે છે, તો આ હાર્ટ એેટેક આવવાનો સંકેત પણ હોઇ શકે છે. પરંતું સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, જો તમને શરીરના આ ભાગોમાં દુખાવો થાય તો પેઇન કિલર દવાઓથી દર્દને છુપાવું ઘાતક સાબિત થઇ શકે છે.
છાતીમાં દુખાવો કે દબાણ
હાર્ટ એટેક આવવાનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો કે દબાણ છે. આ દુખાવો અચાનક જ શરુ થઇ શકે છે અને સતત ચાલું રહી શકે છે. આ દબાણ છાતી પર ભારે બોજા જેવો મહેસૂસ થાય છે. થોડામાં આ દુખાવો બહુ જ તેજ હોય છે. તો કેટલીકવાર હળવું હબાણ પણ હોઇ શકે છે, પરંતુ તમારે આને નજરઅંદાજ કરવું જોઇએ નહી.
ખભા, ગળું કે પીઠમાં દુખાવો
ખભા, ગળું કે પીઠમાં દુખાવો પણ હાર્ટ એટેકનો સંકેત હોઇ શકે છે. ખાસ કરીને જો આ દુખાવો છાતીના દુખાવા સાથે હોય તો આને ગંભીરતાથી ધ્યાને લેવું જોઇએ. આ દુખાવો એક જગ્યાથી બીજી જગ્યાએ ફેલાય છે. ક્યારેક ક્યારેક એક બાજુ કે બંને બાજુથી મહેસૂસ કરી શકાય છે.
ડાબા હાથમાં દુખાવો
ખાસ કરીને ડાબા હાથમાં દુખાવો એ હાર્ટ એટેકનું સામાન્ય લક્ષણ છે. આ દુખાવો અચાનક શરૂ થાય છે અને તીવ્ર હોય છે. ક્યારેક ક્યારેક આ દુખાવો હળવો અથવા પરેશાન કરનારો હોય છે, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલુ રહે તો તેને અવગણશો નહીં.
જડબુ કે દાંતમાં દુખાવો
હાર્ટ એેટેકના સામાન્ય લક્ષણોમાં જડબામાં કે દાંતમાં દુખાવો સામેલ થઇ શકે છે. આ દર્દ ફક્ત જડબામાં જ નહી પરંતુ ગાલના ઉપરી ભાગમાં પણ ફેલાઇ શકે છે. ક્યારેક ક્યારેક ફક્ત એક બાજુથી પણ તીવ્ર હોઇ શકે. આને નજરઅંદાજ ન કરો.
(ડિસ્કલેઇમર: આ રિપોર્ટમાં તમને આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને સલાહ ફક્ત તમારી સામાન્ય જાણકારી માટે છે. અમે આ જાણકારી વૈજ્ઞાનિક અનુસંધાન, અભ્યાસ, તબીબી અને તબીબી નિષ્ણાંતોની સલાહ મુજબ આપી રહ્યા છીએ. તમારે આ વિશે વિસ્તારપૂર્વક જાણવું જોઇએ અને આ પદ્ધતિ અથવા પ્રક્રિયા અપનાવતા પહેલા તમારે તમારા અંગત ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.)
આ પણ વાંચો: