ETV Bharat / sports

29 બોલમાં ઋષભ પંતની તોફાની ઇનિંગે તોડ્યો 50 વર્ષ જૂનો રેકોર્ડ - FASTEST FIFTY FOR INDIA IN TEST

ભારતના સ્ટાર વિકેટ કીપર રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઇનિંગ રમી છે. આ ઇનિંગ પ્રતાપે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

રિષભ પંત
રિષભ પંત (AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2025, 4:11 PM IST

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચે સિડનીમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દાવમાં ભારતીય ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતે ઓસ્ટ્રેલિયાને 181 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતને હવે મેચની બીજી ઇનિંગમાં સારો લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેના નામે મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

રિષભ પંત મોટો રેકોર્ડ ચૂકી ગયો :

જ્યારે રિષભ પંત બીજી ઇનિંગમાં બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતે 78 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પંતે વિસ્ફોટક ઇનિંગ રમીને ભારત માટે એક ખાસ રેકોર્ડ બનાવ્યો. આ મેચમાં રિષભ પંતે 33 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત દ્વારા આ બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા પંતંચે 2022માં શ્રીલંકા સામે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે ભારત દ્વારા સૌથી ઝડપી ફિફ્ટી છે. તે મેચમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને પોતાનો જ રેકોર્ડ તોડી શક્યો હોત, પરંતુ તે ચૂકી ગયો.

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી:

28 બોલ - ઋષભ પંત

29 બોલ - ઋષભ પંત*

30 બોલ - કપિલ દેવ

31 બોલ - શાર્દુલ ઠાકુર

31 બોલ - યશસ્વી જયસ્વાલ

33 બોલમાં સૌથી ઝડપી ઈનિંગઃ

પંતે 61 રનની ઈનિંગમાં કુલ 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર મુલાકાતી બેટ્સમેન દ્વારા 33 બોલમાં આ સૌથી ઝડપી ઈનિંગ છે. પંતે આ ઈનિંગમાં 184.85ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. અગાઉ ઈંગ્લેન્ડના જોન બ્રાઉન (મેલબોર્ન 1895) અને વેસ્ટ ઈન્ડિઝના રોય ફ્રેડરિક્સ (પર્થ 1975) એ 33 બોલમાં સૌથી ઝડપી ઈનિંગ્સ રમી હતી. પંતે 50 વર્ષ બાદ આ રેકોર્ડ તોડ્યો છે.

આ પણ વાંચો:

  1. વિધાનસભાની સામે ટ્રેડિશનલ કપડામાં મહિલા ખેલાડીઓ રમ્યા ખો -ખોની રમત, જુઓ વિડીયો
  2. વાહ બુમરાહ…! સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે તોડ્યો 47 વર્ષ જૂનો રેકોર્ડ, બન્યો ભારતનો સૌથી સફળ બોલર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.