અમિત જેઠવાના પિતા અને મુખ્ય સાક્ષી સાથે ETV BHARATની ખાસ વાતચીત - CBI
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: સીબીઆઈની વિશેષ કોર્ટે દલિત RTI ઍક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસમાં ભાજપના પૂર્વ સંસદસભ્ય દિનુ બોઘા સોલંકી સહીત 7 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. 6 જુલાઇના રોજ તમામને દોષિત જાહેર કરાયા હતાં. પરંતુ, સજાની સુનાવણી માત્ર મોકુફ રાખવામાં આવી હતી. હકીકત મુજબ અમીત જેઠવાએ ગીરના જંગલોમા ચાલતા ગેરકાયદેસર ખનનને લઇને RTI અરજી દાખલ કરી હતી જેને લઇને હાઇકોર્ટ સામે અમીત જેઠવાનું મર્ડર થયું હતું. જે સમગ્ર કેસને આજે CBIની સ્પેશ્યલ કોર્ટે આજીવન કેદની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો હતો. જેને લઇને અમીત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવા અને આ કેસના મુખ્ય સાક્ષી સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.
Last Updated : Jul 11, 2019, 3:06 PM IST