પાલીતાણાની મહિલાને કોરોનાના લક્ષણ જણાતા આરોગ્ય વિભાગમાં દોડધામ - કોરોના વાયરસની સારવાર
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ કોરોનાના લક્ષણો જણાતા મંગળવારે એકીસાથે ૩ લોકોને ભાવનગરની સર.ટી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવતા ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ભાવનગરના પાલીતાણા ખાતે આજથી 8 દિવસ પૂર્વે મલેશિયાથી પરત ફરેલી એક મહિલાને કોરોનાના લક્ષણ જણાતા તેને તાકીદે સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. 57 વર્ષીય આ મહિલાની પ્રાથમીક સારવાર હાથ ધરી તેના રિપોર્ટ તપાસ અર્થે જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે અન્ય બે વ્યક્તિને શંકાસ્પદ કોરોનાને લઈ દાખલ કરવામાં આવ્યા છે. જેના પણ સેમ્પલ લઇ જામનગર ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. કોરોના જેવા લક્ષણો ધરાવતા બે શહેરી અને એક ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ જેમાં એક મહિલા ગ્રામ્ય વિસ્તારની જયારે અન્ય એક મહિલા અને પુરૂષ શહેરી વિસ્તારનાનો સમાવેશ થાય છે. કોરોનાની શંકાને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પુષ્ટિ કરી છે.
Last Updated : Mar 17, 2020, 6:09 PM IST