સુરેન્દ્રનગર SOGએ જંતુનાશ દવાઓનો જથ્થો ઝડપી પાડયો - latest news of Surendranagar crime
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લામાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે જિલ્લામાં બનાવટી જંતુનાશક દવાઓનું ગેરકાયદેસર વેચાણ બંધ કરાવવા અને વેચાણ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે PSI એન. કે. ચૌહાણ સહિત ટીમે બાતમીના આધારે વેળાવદર ગામે જઈ ઓચિંતી રેડ પાડી હતી. રેડ દરમિયાન સંજય શાહના મકાનમાંથી ગેરકાયદેસર જંતુનાશક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો હતો. તેમજ SOGએ ઘટનાસ્થળેથી આઇસર ગાડી મળી કુલ રૂપિયા 27,31,100/-નો મુદ્દામાલ ઝડપી લીધો અને દવાઓના સેમ્પલ લેબોરેટરી ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હાલ, આ મામલે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.