સુરેન્દ્રનગર ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારની યાદી જાહેર કરી - સુરેન્દ્રનગર ભાજપ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: ભાજપ કાર્યાલય ખાતેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 34 બેઠક અને 10 તાલુકા પંચાયતની 182 બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકાના 13 વોર્ડના 52 સભ્યોની યાદી પણ જાહેર કરવામાં આવતાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પક્ષના નવા નિયમ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી.