સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે 7 જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો - news in Surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર :જિલ્લામાં સતત ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર તેમજ રાજ રાજેશ્વરી સોસાયટીમા ચોરીની ઘટના બની હતી. ત્યારે ચોરીનો ભેદ ઉકેલવા માટે સુરજનગર એ ડીવીઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી CCTVની મદદ તેમજ ટેકનિકલની મદદથી ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. જેમાં જસદણમાં રહેતા શેરસિગને ઝડપી પાડી પુછપરછ કરતા તેઓ પાસેથી 6,96,000ના દાગીના સહિત રોકડ રકમ પણ કબજે કરી હતી. જ્યારે તેઓની પુછપરછ કરતા સુરેન્દ્રનગર જામનગર ,લાલપુર, પડધરી, ધ્રોલ ,ખંભાળિયા, એમરેલી, ચોટીલા સહિતના જિલ્લામાં ચોરી અને ગુન્હો હોવાની કબુલાત કરી હતી. જેમાં પકડાયેલા એક શખ્સને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ ચોરીમાં સામેલ એક શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.