સુરતમાં ભાજપના નગરસેવકોની દારુની મહેફિલ, જુઓ નગરસેવકોનો અદભૂત ડાન્સ - suratnews
🎬 Watch Now: Feature Video
સુરત: ભારતીય જનતા પાર્ટીના નગર સેવકની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. સુરત મહાનગરના સગરામપુર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નગર સેવક પિયૂશ શિવશક્તિ વાળાએ નારગોલમાં કરેલી ભવ્ય પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પાર્ટીમાં નગર સેવક સાથે 12 જેટલા લોકો ખૂબ નાચ્યા હતા.વાયરલ વીડિયોમાં નગરસેવક નશાની હાલતમાં ધૂત ડાન્સ કરતા નજરે પડ્યા છે. વાયરલ વીડિયો વાપીના નારગોલનો હોવાનું અનુમાન છે. વાયરલ વીડિયોને લઈ નગરસેવક પિયુષ શિવશક્તિવાળા સામે ઊભા થયા સવાલ છે.
Last Updated : Feb 3, 2020, 8:03 PM IST