સુરત મનપાના સફાઈ કામદારોના ધરણાં પર, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરમાં મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા કામદારોએ અનિશ્ચિત કાળ માટે ધરણા શરૂ કર્યાં છે. મનપા કચેરી બહાર સફાઈ કામદારોએ મોરચો લઈને આવ્યાં હતાં. સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ કરી હતી. આ સાથે જ વેતન અગાઉ 205 રૂપિયા આપવામાં આવતું હતું. જે ઘટાડીને 140 રૂપિયા કરી દેવામાં આવતા સફાઈ કામદારોએ બેનર અને કટ આઉટ સાથે નારેબાજી કરી હતી. છેલ્લા નવ વર્ષથી સફાઈનું કામ કરતા કામદારોને કાયમી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સફાઈ કામદારો આમરણાંત ઉપવાસ પર પણ ઉતર્યા છે. ઉપવાસનો આજે ચોથો દિવસ અને 700 જેટલા કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. આ સાથે જ મહિલાઓએ માંગણી નહીં સંતોષાય તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી.