અરવલ્લીના ખેડૂતોમાં આનંદ, મગફળીના ભાવ ઉંચા બોલાયા - બજારમાં મગફળીની માંગ
🎬 Watch Now: Feature Video

અરવલ્લી : ખેડુતોને તેમના મહામૂલા પાકનો પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 1 ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ખેડુતો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. સરકારે મગફળી માટે ટેકાનો ભાવ રૂપિયા 1055 નિર્ધારિત કર્યો છે. જોકે, મોડાસાના APMCમાં ખુલ્લા બજારની હરાજીમાં ટેકાના ભાવેથી સરેરાશ 50 થી 200 વધારે મળી રહ્યા છે. છેલ્લાં ત્રણ દિવસ મોડાસાની મંડીમાં ખુલ્લા બજારની હરાજીમાં મગફળીના ભાવ રૂપિયા 1070 થી 1200 બોલાઇ રહ્યા છે. ત્યારે ખેડુતો તેમનો પાક ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે. ખેડુતોનું માનવુ છે કે, બજારમાં મગફળીની માંગને જોતા સરકારે ટેકાના ભાવ ઉંચા રાખવાના હતા.
Last Updated : Oct 9, 2020, 5:43 PM IST