ગીર સોમનાથ યજ્ઞોપવિત પ્રસંગમાં CAA અને NRCને સમર્થન, જુઓ વીડિયો - યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5923548-779-5923548-1580559192521.jpg)
ગીર સોમનાથ: સમગ્ર દેશમાં CAA અને NRCને લઈને વિરોધ અને સમર્થન જોવા મળી રહ્યું છે, ત્યારે જિલ્લામાં એક યજ્ઞોપવિત સંસ્કારના કાર્યક્રમમાં કુટુંબે CAA અને NRCનું સમર્થન કરતા બેનરો લગાવ્યા છે. એટલું જ નહીં આ પરિવાર દ્વારા એક સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે. જેમાં લોકો સેલ્ફી પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. આ ઉપરાંત પરિવારે તમામ મહેમાનોને પણ સરકારના આ નિર્ણયને સમર્થન કરવા અપીલ કરી છે. પરિવારે જણાવ્યું કે, CAA અને NRC દેશની અખંડિતતા માટે મહત્વપૂર્ણ છે.