દાહોદ નાગરિક મંચ દ્વારા CAA અને NRCના સમર્થનમાં રેલી - citizenship ambedment act
🎬 Watch Now: Feature Video

દાહોદઃનાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં દાહોદ નાગરિક મંચ દ્વારા નગરપાલિકા ચોક ખાતે મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં વિશાળ સમર્થન રેલીનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ સમર્થન રેલી દાહોદ શહેરના દોલત ગંજ બજાર, મંડાવાવ રોડ, દરજી સોસાયટી થઈ ગોવિંદ નગર અને ત્યારબાદ મામલતદાર કચેરી મુકામે આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. રેલીમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઈ ખાબડ, લીમખેડા અને ફતેપુરાના ધારાસભ્ય પણ જોડાયા હતા. નાગરિક મંચના આગેવાનો દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.