સુરતના વિદ્યાર્થીઓ PM મોદીના પરીક્ષાને લઇ આપવામાં આવેલા માર્ગદર્શનથી થયા પ્રભાવિત - Discussion on the exam "projector
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5774541-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારી બોર્ડની પરીક્ષાને લઇને તમામ બોર્ડના વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું. સુરત ખાતે પણ અનેક શાળાઓ દ્વારા પ્રોજેક્ટર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "પરીક્ષા પે ચર્ચા" ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા વનિતા વિશ્રામ કન્યા વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા જોઈ વિદ્યાર્થિનીઓ પણ પરીક્ષાને લઇને અતિ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયક વક્તવ્યના કારણે તેઓની અંદર પરીક્ષાનો ભય નીકળી ગયો છે.