વડોદરાની સાવલી હોમીયોપેથીક કોલેજના નિવૃત્ત કર્મચારીઓ હળતાલ પર ઉતર્યા - news of retired employee

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2020, 7:38 PM IST

વડોદરાઃ જિલ્લાના સાવલીમાં ગુજરાતની સર્વપ્રથમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવેલી છે. આ કોલેજના 28 જેટલા નિવૃત્ત અને સિનિયરસીટીઝન કર્મચારીઓની વિવિધ માગ અંગે કોલેજ સંચાલકોને વારંવાર લેખીત-મૌખિક રજૂઆત કરવા છતા સંસ્થા સંચાલકો દ્વારા કર્મચારીઓની ગ્રેજ્યુઇટી અને રજાઓનું રોકડ ચૂકવણાની માંગ ન સંતોષાતા મંગળવારના રોજ કોલેજ સામે તંબુ તાણી પ્રતીક ઉપવાસ આંદોલનનું રણશીંગું ફૂક્યું હતું. આ કર્મચારીઓએ સંચાલકો દ્વારા ચૂકવણીમાં ભેદભાવની નિતી અપનાવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અને આ બાબતે સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાય માટે માંગણી કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.