મોરબીમાં રોડ અને પાણી મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ
🎬 Watch Now: Feature Video
મોરબી વાવડી રોડ પરની શ્રીજી પાર્ક સોસાયટીની મહિલાઓ અગાઉ પણ પાણી મુદ્દે રજૂઆતો કરી છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ત્રાહીમામ પોકારી ગયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં પાલિકા કચેરી બહાર પહોંચ્યા હતા. શ્રીજી પાર્ક અને સત્યમ પાર્ક સોસાયટીના લોકોએ પોતાના વિસ્તારમાં ખાડા ખોદી નાખ્યા બાદ છ માસ વીતવા છતાં રોડ ન બનાવવાને કારણે હલ્લાબોલ કર્યો હતો. જ્યાં રાબેતા મુજબ પાલિકા ચીફ ઓફિસર હાજર ન હોવાને કારણે ટોળાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેથી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘુસી 'નગરપાલિકા હાય હાય'ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ પાલિકાના મુખ્ય ગેટને બંધ કરી દીધો હતો, અને લોકોની અવર-જવર પર રોક લગાવી દેવાઈ હતી. જેના કારણે નગરપાલિકામાં વાતાવારણ ઉગ્ર બન્યું હતુ. અંતે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.