પોરબંદર: મીઠાઈના બોક્સ પર એક્સપાયરી ડેટ લખવા ફૂડ વિભાગની કડક સૂચના, 27 દુકાનદારોને નોટિસ
🎬 Watch Now: Feature Video
પોરબંદર : ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 2006 એક્ટ અંતર્ગત મીઠાઈની દુકાનોમાં મીઠાઈની આઈટમ પર બેસ્ટ બા ફોર અથવા એક્સપાયરી ડેટ લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, તેની અમલવારી 1 ઓક્ટોબરથી કરવામાં આવતા ચેકિંગ હાથ ધરી પોરબંદર નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા 27 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. ફુડ ઇન્સપેકટર વિજય ઠકરાર દ્વારા તારીખ 1ના રોજ મીઠાઈ ફરસાણ એસોસિયેશને આ અંગે જાણ કરી માહિતી આપી હતી.